વડતાલમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા પક્ષીઓ માટે 5000 પાણીના કુંડા અને માળાનું વિતરણ

વડતાલમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા પક્ષીઓ માટે 5000 પાણીના કુંડા અને માળાનું વિતરણ

શ્રી સ્વામિનારાયણ (Swaminarayan)સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ધામમાં (Vadtal Dham)ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓના રક્ષણ માટે પાંચ હજાર પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કરવામાં આવતાં પક્ષીવિદોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. દરમાસના પ્રથમ રવિવારે યોજાતી રવિસભામાં યોજાતી વયચનામૃત કથાને કેન્દ્રમાં રાખીને રવિસભા અંતર્ગત વિવિધ સેવા પ્રવૃતિઓ થઈ રહી છે. તેમ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું.

તેઓએ વચનામૃત ગઢડા પ્રકરણ – 72મા વચનામૃતની વિસ્તુત છણાવટ કરતા જણાવ્યું હતું કે ભગવાનના ભક્તોનો ક્યારેય દ્વેષ કરવો નહી કે તેઓની અવગણના કરવી નહી, ભગવાન સર્વવ્યાપી છે પણ નિરાકાર નથી. ભગવાન આકાર સ્વરૂપે છે. ભગવાનને નિરાકાર કહેવાએ મોટું પાપ છે. ભક્તનો દ્વેષ કે દ્રોહ કરનાર કે ભગવાનને નિરાકાર કહેનાર પર ભગવાન કદી રાજી થતા નથી. આજની સભામાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળા વિતરણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાતના સ્પેરોમેનનું બિરૂદ પામેલ જગતભાઈ કિનખાબવાળાએ જણાવ્યું હતું કે, પોતાને બુધ્ધિશાળી માનતા માણસને કારણે પર્યાવરણનું સમતુલન ખોરવાઈ ગયું છે.

વૃક્ષ નિકંદનના કારણે ચકલી જેવા પક્ષીઓ નામશેષ થઈ રહ્યા છે. માણસ પૃથ્વીનો માલિક હોય તેવો વર્તાવ કરી રહ્યો છે. તેઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવેલ છે. એક સમય એવો આવશે કે ચકલી બચાવવાનું તો બાજુએ રહેશે પણ માણસ બચાવવો પડશે ! કારણ કે, પશુપક્ષી કે વૃક્ષોનું મહત્ત્વ આપણે સમજી શક્યા નથી. અને એક સમય એવો આવશે કે પૃથ્વી બચાવોને માનવજાત બચાવો એવા અભિયાન શરૂ કરવા પડશે. વૃક્ષોના નિકંદનને કારણે વરસાદ ઓછો થઈ રહ્યો છે. તમામ સમસ્યાનું સોલ્યુશન વૃક્ષનું જતન છે.

આ સભામાં ર્ડા.સંત સ્વામી, તથા પૂ.બ્રહ્મસ્વરૂપ સ્વામીના હસ્તે હરિભક્તોને પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસ.પી.યુનિ.ના કાર્યકારી કુલપતિ નિરંજનભાઈ પટેલ રવિસભામાં વેદાંતના સારરૂપ સરળ રજુઆતને બિરદાવીને ભારતીય જીવન પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.

નોંધ – દરેક ફોટો અને નામ પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *