મસ્તક પડ્યું અને ધડ લડ્યું, વાછરા દાદા, જુઓ વિડિઓ

આજે આપણે વત્સરાજ સોલંકી-વાછરા દાદાની શૂરવીરતાની કેટલીક વાતો વિશે જાણીશું. હિન્દૂ ધર્મમાં ઘણી માન્યતાઓ છે તે તમે પણ જાણતા હશો અને તેવી જ એક માન્યતા વત્સરાજ સોલંકી-વાછરા દાદા વિશે પણ છે જે તમે કદાચ નહીં જાણતા હોવ. તો ચાલો આજે આપણે જાણીશુ વત્સરાજ સોલંકી-વાછરા દાદાની શૂરવીરતા અને તેમના જીવન વિશે.
વત્સરાજ સોલંકી-વાછરા દાદાની જન્મભૂમિ બહુચરાજી તાલુકાના કાલરી ગામમાં આવેલી છે આજે વછરા દાદા લાખો ભાવિકોની શ્રધ્ધા અને આસ્થાના દેવ બન્યા છે.લોકોની વાછરા દાદા પર અપાર શ્રદ્ધા છે. આમ રજપૂતો ના મસ્તક પડે ને ધડ લડતા શુકામ? કારણ કે એ શૂરવીરતા એની પરાકાષ્ઠા એ પોહચી હોય આવું રાજપૂતોમાં જે “ક્ષાત્રતત્વ” હોય છે એને કારણે બને છે.
ગોર મહારાજ લગ્નવિધિનો ત્રીજો ફેરો પૂરો કરવા ચોરીમાં આવી ઉતાવળ કરે છે. ચોરીમાં લગ્નવિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો રિડિયા સંભળાણા. “દોડો દોડો ગામનું ગૌધણ સુમરા લૂંટારુંઓ હાંકી જઈ રહ્યા છે.” ત્યારે જ વત્સરાજ સોલંકી-વાછરા દાદા ચોરીના ફેરા ફરતા પડતા મૂકીને ત્યાંથી નીકળી ગયા હતા અને તેમને આ ગાયોને વારી જતા કસાઈઓની સામે યુદ્ધ કર્યું હતું અને ગાયોને પાછી વાળી હતી.
ગાયોને બચાવવા શહીદી વહોરનાર વરછરાજબેટની ઐતિહાસિક જગ્યા પર ૩૫૦ ગાયો, ૧૨૫ આખલા અને ૬૦થી વધુ વાછરડા ગાળિયા કે બંધન વિના મોજથી ફરે છે અહીંથી ખાસ વિશેષ્ાતા એ છે કે ગાયો ગોવાળ વિના ચરવા જાય છે અને સાંજે આરતી ટાણે જગ્યામાં પાછી ફરી છે રામધણ સ્વરૂપી આ ગાયોનું ધણ એ વાછડા દાદાનું ધણ ગણાય છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”A Gujarati Bhakti” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં વાછરા દાદા એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]