
જાણો ભગવાન શિવના ત્રિનેત્રનું શું છે રહસ્ય ?
admin
- 0
આપણે બધા જાણીએ છીએ કે દેવતાઓના દેવ મહાદેવને બે નહિ પણ ત્રણ આંખો છે. માન્યતા અનુસાર, જ્યારે બ્રહ્માંડનો નાશ થવાનો હોય ત્યારે તે પોતાની ત્રીજી આંખનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવને તેમની ત્રીજી આંખ કેવી રીતે મળી? તેનું રહસ્ય ઘણું ઊંડું છે.
જો આપણે શિવપુરાણની કથા અનુસાર જોઈએ તો જ્યારે માતા સતીજીએ તેના પિતાના ઘરમાં થઈ રહ્યા યજ્ઞકુંડમાં પોતાને સ્વાહા કરી લીધા હતા, ત્યારે ભગવાન શિવજી ખૂબ જ ગુસ્સે થયા હતા અને તેમણે ગુસ્સામાં આવી પોતાની ત્રિનેત્ર ખોલી દીધી હતી, તે સમયે સમગ્ર બ્રહ્માંડ સંકટમાં આવી ગયું હતું, આ સિવાય એક કથા અનુસાર જ્યારે પ્રેમના દેવતા કહેવાતા કામદેવે ભગવાન શિવજીની તપસ્યાને ભંગ કરી હતી, ત્યારે શિવજીએ પોતાનું ત્રિનેત્ર ખોલ્યું હતું અને ત્રિનેત્રની અગ્નિથી કામદેવને પોતાનું જીવન ગુમાવવુ પડ્યું હતું.
જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન શિવજી તપસ્વી છે, તે હંમેશા તપસ્યામાં લીન રહે છે, કૈલાસ પર્વતની ઉપર તે હંમેશા તપસ્યા માં વ્યસ્ત રહે છે, તપથી જ આંતરીક શક્તિઓ જાગૃત થતી રહે છે, ભગવાન શિવજીએ તપસ્યાથી જ તેના ત્રિનેત્ર ને જાગૃત કર્યા છે, આ કારણથી જ તેને ત્રિકાલદર્શી પણ કહેવામાં આવે છે, ત્રિનેત્ર ત્રિ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, કાળના ત્રણ રૂપ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળનું પણ આમાં કાઈ નથી છુપાયેલું, જો આપણે વિધાનો અનુસાર જોઈએ તો આ ત્રિનેત્ર સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિ શક્તિનું પ્રતીક છે, ત્રણ દેવોમાં ભગવાન શિવજીને ત્રિલોચન કહેવામાં આવે છે.
જો આપણે વિજ્ઞાન અને યોગ અનુસાર ત્રીજી આંખના રહસ્ય વિશે જાણીએ, તો જ્યાં પર ભગવાન શિવની ત્રીજી આંખ આવેલ છે, તે સ્થાનને પીનીયલ ગ્રંથિ કહેવામાં આવે છે, આ ગ્રંથિ આવા હોર્મોન્સને એવી રીતે સ્ત્રાવિત કરતી રહે છે જે વ્યક્તિને સુવા અને ઉઠવામાં મદદ કરે છે, જો કોઈ પણ આ દિવ્ય શક્તિને જાગૃત કરે છે, તો તેની બંધ આંખોથી પણ વિશ્વની કોઈ પણ ચીજ જોઈ શકે છે, હિંદુ ધર્મમાં તિલક લગાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે, જ્યારે કોઈ પૂજા અથવા શુભ કાર્ય થાય છે, તો માથા પર તિલક જરૂર લગાવવામાં આવે છે, માથા પર તિલક લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જો તમે તમારા માથાની મધ્યમાં તિલક લગાવો છો, તો તેનાથી તમે ઉર્જાવાન રહો છે.
ભગવાન શિવજીની ત્રિનેત્ર સાથે જોડાયેલા કેટલાક રહસ્યો હતા જેના વિશે અમે તમને ઉલ્લેખ કર્યો છે, ભગવાન શિવજીની ત્રીજી આંખ સાથે સંબંધિત રહસ્યનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે અને વિજ્ઞાન અને યોગ અનુસાર પણ ત્રીજી આંખની લાક્ષણિકતા વર્ણવવામાં આવી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં