રામદેવપીર મંદિરના પીપળીધામનો જુનો ઇતિહાસ,જતા પહેલા આટલું જાણી લો…

રામદેવપીર મંદિરના પીપળીધામનો જુનો ઇતિહાસ,જતા પહેલા આટલું જાણી લો…

ધાર્મિક માહાત્મ્ય :

વિક્રમ સંવત 1968 માં પીપળી ગામમાં દુષ્કાળ પડ્યો. તેથી અહીંના સવા ભગત માટી કામના વ્યવસાય માટે કચોલિયા ગામ ગયા હતા. દિવસે તેઓ વાસણ બનાવતા અને રાત્રે સત્સંગ કરતા. એક સાંજે તેમની પાસે કબીર હંસ બનીને આવ્યા. કબીર સાહેબે સવાભગતને ગુરુજ્ઞાન આપ્યુંસ્ટ. સપનાંમાં કબીરસાહેબે આપેલી પ્રેરણાથી સવા ભગતે પીપળી ગામે કબીર મંદિરની સ્થાપના કરી.

વિક્રમ સંવત 1968 ની એક રાત્રિએ રણુજાના રાજા રામદેવપીર ભગત તરીકે ઓળખાતા સવારામ બાપાના ઘરે પધાર્યા અને પીપળી ગામમાં કાયમી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. રામદેવ પીરે સવારામ બાપાને કહ્યું કે સમય આવશે મારું બાવનગજનું દેવળ બનશે અને ઈશાનખૂણામાં બાવન ગજનો નેજો ફરકશે. મંદિરના બને ત્યાં સુધી મને ગેબી તરીકે અહીં સ્થાન આપજે. એ રીતે રામદેવ પીરની પ્રેરણાથી સવા ભગતે અહીં મંદિરની સ્થાપના કરી.

ઐતિહાસિક માહાત્મ્યઃ

મંદિરના સ્થાપક સવા ભગત લોકસંત તરીકે એટલાં જાણીતા હતા કે ગાંધીજીના અંતેવાસી અને પ્રખર લેખક-વિચારક સ્વામી આનંદે પણ ખાસ તેમની મુલાકાત લીધી હતી અને પોતાના પુસ્તક ‘ધરતીની આરતી’માં સવા ભગતે લોકબાનીમાં રચેલાં પદોને વૈદિક ચિંતનનો સાર ગણાવ્યા હતા. સ્વામી આનંદે સવા ભગતની પ્રશસ્તિ કરી અને સન્માન આપ્યું એ પછી લિંબડીના ઠાકોરે તેમનો મહિમા સ્વિકાર્યો. એકવાર લિંબડી ઠાકોરના મહેમાન બનેલાં રાજકોટના ઠાકોરે સત્સંગ માટે સવા ભગતને બોલાવ્યા. એ વખતે સવા ભગતના પદ સાંભળીને રાજકોટના ઠાકોરે પણ તેમને આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વિકાર્યા હતા.

વર્ષ ૨૦૧૪ માં મંદિરની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા ત્યારે ત્રિ-દિવસિય શતાબ્દિ મહોત્સવ ઉજવાયો હતો. જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના આશરે પાંચ લાખથી વધુ ભાવિકો અને ગુજરાતભરના તમામ નામી-અનામી સાધુ, સંતો, કથાકારો અને દેશભરના તમામ અખાડાના પ્રતિનિધિઓએ હાજરી આપીને ઈતિહાસ સર્જ્યો હતો. દર્શન માટે આ જગ્યા શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ખૂલી રહે છે.

નિર્માણ : પીપળીધામના સવારામ બાબાએ વિક્રમ સંવત 1972 માં મંદિરની સ્થાપના કરી હતી. રામદેવપીરના બાવન ગજના દેવળની પ્રાણપ્રતિષ્ઠા સદગુરુ બળદેવજી મહારાજે કરાવી હતી. મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ 1985માં બળદેવદાસ મહારાજના હસ્તે કરાયું હતું.

મુખ્ય આકર્ષણ : અન્ય મંદિરોમાં રામદેવપીર ઘોડા પર બિરાજમાન હોય છે. પરંતુ સવા ભગતને પીરે જ્યારે દર્શન આપ્યાં ત્યારે તેઓ સિંહાસન પર બેઠા હોવાથી આ મંદિરમાં સિંહાસન પર આરુઢ રામદેવ પીરની પ્રતિમા જોવા મળે છે. આવી પ્રતિમા ધરાવતું આ એકમાત્ર મંદિર છે. વેરાઈ માતાજી મંદીર.

પીપળીધામ જેમની પ્રેરણાથી બન્યું તે સવારામ બાપાની સમાધિ પણ અહીં આવેલી છે. અહીં દ્રધીશ અને રુકમણીનું મંદિર પણ છે. પુર્ણિમાએ પૂજન, ભજન અને ભોજન હોય છે. સાથે બીજ, ગુરુપૂર્ણિમા, ભાદરવા સુદ નોમ, દશમ, અગિયારસ, સવારામ બાપા અને બળદેવદાસ બાપા તિથિ મહોત્સવ બહુ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હાલ ગાદી પર બિરાજમાન છે.

આરતીનો સમય : સવારે : 7:15 વાગ્યે, સાંજે : સંધ્યા સમયે. એ સિવાય શ્રદ્ધાળુઓ માટે ૨૪ કલાક અહીં મંદિરના દ્વાર ખુલ્લાં હોય છે.

જુઓ વિડિઓ :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *