સતાધાર પાડાપીર નો ઇતિહાસ, મુંબઈ કતલખાના નો કર્યો વિનાશ, ભીખુદાન ગઢવી

સતાધાર પાડાપીર નો ઇતિહાસ, મુંબઈ કતલખાના નો કર્યો વિનાશ, ભીખુદાન ગઢવી

સતાધાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર દક્ષિણ દિશા તરફ સાસણગીર જવાના રસ્તા પર આંબાઝર નદી કિનારે આવેલું અને સંત આપાગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ છે. આપા ગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલી ગધઇ (એક જ્ઞાતિ ) મહિલાની કુખે થયો હતો. તેના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઇ હતુ જે પાછળથી આપા દાનાએ તેનુ નામ લાખુ રાખ્યું હતું જેથી તે એજ નામથી ઓળખાતી હતી. એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ, સુરઇને સગર્ભા મુકીને પોતાના ઢોર લઇને દેશાવર ચાલ્યા ગયા હતાં. સુરઇ પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાપુર ગામે પુત્રનો જન્મ થયો.

પુત્રનુ નામ ગીગો રાખ્યું. મા-દીકરો ચલાળે આવ્યા, પણ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરઇના સગાઓએ પણ તેને જોઇને મોઢું મચકોડ્યું હતું. તે સમયે આપા દાના કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો. સુરઇ અને ગીગો તેમાં આવીને રહ્યા. આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દીકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ. આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો. એક દિવસે ચલાળા પાસેના સરંભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી. પણ ઈશ્વર ધણીમાં જેને ઓરતા હતા તેવા ગીગાનુ મન સંસારમાં ચોંટ્યુ જ નહીં, એ નિર્લેપતામાંથી સંત આપા ગીગાનો પ્રાદુર્ભાવ થયો.

સઆ સાથે જ વાત કરવામા આવે,સામજીબાપુની તો તેમણે ગામવાળાને પાડો આપતી વખતે એવું પણ કહેલુ હતુ કે, ” જે દિ આ પાડો તમને સાચવવો મોંઘો પડે તે દિવસ પાછો મારી પાસે એને મૂકી જજો, મહેરબાની કરી કદી રેઢો ના રઝળાવતા અને તેની સાથે જ આ પાડો નેસડી પહોંચી ગયો તેવુ અહીંયા કહેવામાં આવ્યું છે.

ત્યારબાદ આ વાતને તો હાલ ઘણા વર્ષો વીતી ગયાં છે અને તેની સાથે જ નેસડીની નવી પેઢીને જૂની વાતો યાદ ના રહી અથવા તો એમ કહો કે સમય જતા જ ગામલોકોએ પાડાનું ગોત્ર વિસારે પાડ્યું છે અને ત્યારબાદ આ ભોજવંશી ભેંસનો આ પાડો રઝળી પડ્યો હતો જ્યારે આ રઝળતો પાડો રાજકોટ પહોંચ્યો હતો અને ત્યારબાદ તે ત્યાંથી સુરત અને છેવટે મુંબઈના એક સ્લેટર હાઉસમા પહોંચ્યો હતો તેવું જણાવાયું છે.

બટલરની બ્લેડો ભાંગવા માંડી :એવુ પણ કહેવામા આવે છે કે, જ્યારે આ સ્લેટર હાઉસમા બટલરે પાડાની ગરદન કાપવા માટે થઈને છરો ચલાવ્યો હતો પરંતુ, નવાઈની વાત એ છે કે, છરો ગરદનને અડી પણ ના શક્યો અને આ છરો તૂટી પણ ગયો હતો. એમ કરતા-કરતા ઘણા છરાઓ ભાંગી ગયા હતા પરંતુ, પાડાની ગરદન પર લિસોટો પણ પડ્યો ન હતો અને આ પાડો સહી સલામત હતો.

હવે બટલરને અંદાજ આવી ગયો કે, આ પાડો કોઈ અગમ ચેતનાનો ધણી લાગ્યો હતો અને તેથી તે પણ ખુબ જ ભયભીત થઇ ગયો હતો પરંતુ, જ્યારે તેણે પૂછપરછ કરી હતી તો ખબર પડી કે આ પાડો સામજી બાપુનો છે. ત્યારબાદ આ કસાઈ પાડાને લઈને સતાધારની જગ્યામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે સામજી બાપુને બનેલી આખી ઘટના સંભળાવી હતી અને ત્યારબાદ તેણે માફી માંગી વિનંતી કરી કે આ પાડાને તમે જ રાખો.

પાડાની આંખમા દિવ્ય તેજ છલકાઈ રહ્યુ હતુ :જ્યારે જતી વેળાએ કસાઈની નજર આ પાડાની આંખોમા પડી હતી ત્યારે તેને આ આંખો અબૂધ પશુની ના હોય પરંતુ, કોઈ અલગારી મહાત્માની આંખોમા હોય તેવુ અદ્ભુત તેજ આ પાડાની આંખોમાં ઝગારા મારતું હતું તેવું પણ જણાવ્યું છે અને તેની સાથે જ આ કસાઈને વધુ એકવાર વિશ્વાસ બેસી ગયો હતી કે આ પાડામાં ખરેખર કંઈક અસામાન્ય તો છે જ પણ ત્યારબાદ એ ફરીથી બાપુના ચરણોમાં જઈ વંદન કરી આવ્યો હતો અને માફી માંગી હતી.

તેની સાથે-સાથે જ આ વાત ગામોગામ પ્રસરી ગઈ હતી અને લોકોમા આ વાત પ્રગટ થઈ ગઈ હતી અને લોકો સામજી બાપુને સાક્ષાત્ દેવ સમાન માનવા લાગ્યા હતા અને તેમજ આ બાપુ સામાન્ય માણસની જેમ જીવતા. એમને આજના અમુક બની બેઠેલા સંતની જેમ આવી ખ્યાતિમા જરાપણ રસ નહોતો. એ બધુ ઈશ્વરીય કૃપાનુ જ પરિણામ છે એવું જણાવ્યું છે અને એમ એમણે કહ્યું હતું કે આ પાડો પછી તો સતાધારમાં રહ્યો અને લોકો માટે વંદનીય બની રહ્યો હતો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *