મોરબીમાં મચ્છુ જળ હોનારત, ડેમ તૂટતા સર્જાયુ હતું મોતનું તાંડવ

મોરબીમાં મચ્છુ જળ હોનારત, ડેમ તૂટતા સર્જાયુ હતું મોતનું તાંડવ

મચ્છુ બંધ હોનારત અથવા મોરબી બંધ હોનારત એ પૂર હોનારત હતી જે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ ભારતમાં સર્જાઇ હતી. મચ્છુ નદી પર આવેલો મચ્છુ-૨ બંધ તૂટતા રાજકોટ જિલ્લાના ‍(હવે, મોરબી જિલ્લામાં) મોરબી શહેરમાં પાણી ફરી વળ્યું હતું. વિવિધ અંદાજો અનુસાર ૧,૮૦૦ થી ૨૫,૦૦૦ લોકોના મૃત્યુ આ દુર્ઘટનામાં થયા હતા.

11મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી 41 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું. તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદી-જુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા.

11મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-૨ ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી જળપ્રલયની ભયાનક ઘટના. જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે. જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી.

તે દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મરછુ-૨ ડેમ તૂટવા ની સાથેજ મોરબીમાં મોતનું તાંડવ થયું હતું. મરછુ ડેમના રાક્ષસી કાળના પાણીના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટક્યા હતા. એ સાથે મોરબી તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક મળી ન હતી.મકાનો, મોટી મોટી ઈમારતોને મરછુના પુરે એક જાટકે તહસ નહસ કરી દીધા હતા.

જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મરછુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકોને ઉંચાઈ વળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ ,મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટયા હતા.

આ ઘટના એટલી દુ:ખદ હતી કે સ્થાનીકો આજે પણ ભુલી શક્યા નથી. હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને સ્થાનિકો દર વર્ષે શ્રદ્ધાંજલી આપે છે. છેલ્લા 42 વર્ષથી મૌન રેલી કાઢે છે. સ્મૃતિ સ્તંભ પાસે પહોંચી પોતાના સ્વજનોને યાદ કરે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *