જેસલ તોરલ ની સમાધિ ભેગી થશે ત્યારે પ્રલય ? જુઓ વિડિઓ

જેસલ તોરલ ની સમાધિ ભેગી થશે ત્યારે પ્રલય ? જુઓ વિડિઓ

ગુજરાતમાં એવા કોઈ વ્યક્તિ નહીં હશે જે જેસલ તોરલને નહીં જાણતા હોય દરેક ગુજરાતીઓને જેસલ તોરલ વિશે સંપૂર્ણ માહિતી હશે પરંતુ ઘણા લોકો એમના વિશે નહીં જાણતા હોય કચ્છના અંજારમાં આવેલ જેસલ તોરલની સમાધિ વિશે મિત્રો એવું સાંભળવામાં આવી રહ્યું છે કે જ્યારે આ બને સમાધિ જેસલ અને તોરલની સમાધિ ભેગી થઈ જશે. ત્યારે દુનિયાનો અંત થઈ જશે એ વાત એકદમ સાચી છે મિત્રો જેસલ અને તોરલની સમાધિ ઘઉંના દાણા જેટલી રોજ આગળ વધી રહી છે

કહેવાતું હતું કે કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજા પણ એક વાર આ જાડેજાન અભિમાને છુર છુર કરી નાખ્યો જાડેજાને કહેલા કડવા વેણ યાદ રહી ગયા જે કહ્યું એ કરી બતાવા માટે નીકળી પડ્યો શાશ્વત કાઠી તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી તોરી ઘોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાના કાને આવી જેસલે આ જાનવંત ઘોડીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિર્ણય કર્યો વાત લાઠ જોઈને સમય જોઈને જેસલ જાડેજા સૌ ભજનોમાં વ્યસ્ત હતા.

ત્યારે નજર ચુકાવીને તોરી ઘોડી ઉઠાવાનો અહીં શાશ્વત કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો અને આવતા જ જેસલ કાઠી રાજના ઘોડાના ડેસરમાંથી નિસાડ્યો પાણીદાર ઘોડાની જેસલ જોતા જ એકદમ ચમકી અને ઉછળી કૂદતી લોખંડો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ કારણ કે તેને એમ લાગ્યું કે કોઈ અહીં અજાણ્યો વ્યક્તિ આવી ગયો છે ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળે ઘોડીને પકડી પટાવી અને તેને પંપાળી તેને શાંત કરી ફરી બાંધી દેવાની કોશિશ કરી.

ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડીને લૂંટવા આવેલો જેસલ જાડેજા એ ડરી ગયો અને ઘાસના ઢગલા નીચે છુપાઈ ગયો રખેવાળે ઘોડીના ખીલ્લાને ફરીથી જમીનમાં ખોંપી દીધો પરંતુ બન્યું એવું કે એ ખીલ્લો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર ઘુસીને જમીનમાં પેસી ગયો તોરી ઘોડી લેવા આવેલો જેસલ તોરલની હથેળી ખીલ્લાથી વીંધાઈ ગયો અને પોતે પણ જમીન સાથે જકડાઈ ગયો અને પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક પણ શબ્દ ના નીકળ્યો અને મૂંગો જ જમીનમાં તે નીચે પડી રહ્યો.

આ તરફ પાટ પૂજન પૂરુ થતા સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો. પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણનો પ્રસાદ વધ્યો. કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછીતો શોધખોળ ચાલી. એટલામાં ઘોડીએ ફરીથી ઊંચી નીચી કૂદવાનું શરૂ કરી દીધી. ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ. અંદર આવીને જોયું તો ખીલાથી વીંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને જોયો. લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ.

જેસલ ખીલો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને ઘોડીના રખેવાળે તેને મદદ કરી. ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો. કાઠીરાજે હથેળી સોંસરવો ખીલો જતો રહ્યો હોવા છતા અવાજ પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામ ઠામ પૂછ્યું. જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી તો જા એ તારી એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી.

જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ધોડીની વાત કરતો હતો. એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ તો ધોડી પણ તમારી. ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ધોડી અને તોરલ રાણી મળી ગઈ.સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા. બરાબર મધદરિયે એકાએક વાદળા ચડી આવ્યા. ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો.જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધુ અભિમાન ઓગળી ગયું. મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેને જે ફિલોસોફી લાધી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાળવા માટે.મિત્રો માન્યતા એવી છે કે જ્યારે આ બને જેસલ અને તોરલની સમાધિ કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આ સમાધિ આવેલી છે તે સમાધિ ભેગી થઈ જશે ત્યારે દુનિયાનો વિનાશ થઈ જશે અને ચારે બાજુથી દરિયામાં તુફાનો આવવા લાગશે અને આ વાત સાચી માનવામાં આવે છે.

કારણ કે અંજારના લોકો એવું કહી રહયા છે કે આ બે સમાધિઓ દરરોજ ધીરે ધીરે નજીક આવે છે અને જ્યારે પણ બંને સમાધિ ભેગી થઈ જશે ત્યારે દુનિયાનો વિનાશ થઈ જશે તો મિત્રો કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આ સમાધિ આવેલ છે તમે અહીં આવવા માંગતા હોય તો ભુજથી 40 કિલોમીટર દૂર અંજાર દૂર પડે છે તમે ભુજથી અંજારની બસ સેવા અને લક્સજરી સેવા મળી રહેશે અને જેસલ તોરલની સમાધિની બાજુમાં જ તોરી ઘોડીની પણ સમાધિ આવેલ છે.

જ્યાં જેસલ તોરલની સમાધિની બજારોમાં છરી ચપ્પા કચ્છના અંજારમાં સૌથી વધુ વખણાય છે અને બીજી હાથની બનેલી ઘણી એવી વસ્તુ મળી રહે છે અને દરરોજ ઘણા લોકો આ જગ્યાની સમાધિ જોવા માટે આવે છે અને મેળાઓ પણ ભરાય છે અને મિત્રો તમે પણ તમારી ફેમિલી ભેગા જરૂર જાઓ અને જેસલ તોરલની સમાધિની મુલાકાત પણ જરૂર લો.મિત્રો તમને આ લેખમાં જેસલ તોરલની સમાધિની અંજાર તાલુકામાં આવેલ છે તેની સંપૂર્ણ માહિતી મળી હશે અને જેસલ તોરલના ઇતિહાસની પણ વાત કરી આ લેખ તમને બધાને પસંદ આવ્યો હોય તો જરૂર એક લાઈક કરજો અને તમારા બધાજ મિત્રોને આ લેખ શેર જરૂર કરજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *