ગુજરાત ના આ ગામમાં હોળી ના દિવસે લોકો ઉઘાડા પગે અંગારા ઉપર ચાલે છે, જુઓ વિડિઓ

ગુજરાત ના આ ગામમાં હોળી ના દિવસે લોકો ઉઘાડા પગે અંગારા ઉપર ચાલે છે, જુઓ વિડિઓ

ગાંધીનગર જિલ્લાના પાલજ ગામે થતું હોલિકા દહન રાજ્યમાં થતા અન્ય હોલિકા દહન કરતાં એકદમ અલગ જ છે. પાલજ ગામે થતું હોલિકા દહન રાજ્યનું સૌથી મોટું હોલિકા દહન માનવામાં આવે છે. કોરોનાના બે વર્ષ બાદ આ વખતે પાલજ ખાતે હોલિકા દહન કાર્યક્રમ રંગેચંગે કરવામાં આવ્યો હતો. અહીં વર્ષોથી પરંપરા મુજબ હોળી તૈયાર કરવામાં આવે છે. જેનો ઘેરાવો 30 ફૂટની ત્રિજ્યામાં અને ઊંચાઈ 35 ફૂટ જેટલી હોય છે. પાલજ ગામમાં સદીઓથી એકમાત્ર ગામના મુખી પરિવારના વંશજો જ હોળી પ્રગટાવી શકે છે.

હોળી પ્રાગટ્યની અનોખી આ પરંપરાને નીહાળવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો પાલજ ગામે આવતા હોય છે. અસત્ય પર સત્યના વિજયને સાર્થક કરતી હોલીકા દહનની ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી પૌરાણીક કથા દર વર્ષે ફાગણી સુદ પૂનમે પ્રગટાવવામાં આવતી હોળીની પરંપરા સાથે સંકળાયેલી છે. આ દિવસે ગામે ગામ અને શહેરોમાં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. અને તેની પ્રદક્ષિણા કરીને પૂજા કરાતી હોય છે. પાલજ ગામે હોલીકા દહન વખતે અંગારાઓ પર ચાલવાની પ્રથા છે.

આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં મહાકાળી માતાનું મંદિર છે તેના સતના કારણે ઘગઘગતા અંગારાઓ પર ચાલવા છતા આજદીન સુધી એકપણ શ્રદ્ધાળુને સામાન્ય ઇજા પણ થવા પામી નથી. હોળીના દિવસે મોડી સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. તે પહેલા ગ્રામજનોને એકત્ર કરવા માટે સાદ પડાતો હોય છે. પાંચેક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં તે દિવસે ઘેરઘેર લાડવા બનાવીને ઉજાણી કરાતી હોય છે.

આ અંગે આ ગામમાં રહેતા જગુજી ભવાનજી બિહોલાના જણાવ્યા મુજબ હોળીના દશ પહેલા જ તેની તૈયારીઓ આરંભી દેવાતી હોય છે. ગામના યુવાનો વગડાઓમાંથી લાકડાઓ લઇ આવતા હોય છે. અને આશરે પચીસેક ફૂટ ઉંચો લાકડાઓનો ઢગલો કરતા હોય છે. હોળીને પ્રગટાવવા માટે ગ્રામજનો કેરી, મહુડો અને રાયસણના ડોડાનો હાર બનાવીને લઇ આવતા હોય છે. તે બાજરીના સાંઠાઓમાં પરોવીને તેને હોમી દેવાતા હોય છે.

અંગારાઓ પર સૌપ્રથમ મહાકાળી માતાના મંદિરના પૂજારી ચાલતા હોય છે અને તેમની પાછળ પાછળ ‘ જય મહાકાળી ‘ ના જયઘોષ સાથે આગ ઝરતા લાલચોર અંગારાઓ પર ચાલી નીકળતા હોય છે. તેના પર ચાલવા માટે લાંબી લાઇનો લાગતી હોય છે. તેમ છતા એકપણ શ્રદ્ધાળુ આજદીન સુધી દાઝી ગયાનો કિસ્સો બન્યો નથી.

આગની જ્વાળાઓ છેક સો ફૂટ સુધી ઉંચે જતી હોય છે. તેનો તાપ લેવાથી વર્ષ દરમિયાન શરીરમાં કોઇ બીમાર ન થતી હોવાની કે સામાન્ય તાવ સુદ્ધા ન આવતો હોવાની માન્યતા છે. આ દિવસે ગામમાં મેળો ભરાતો હોય છે. જેમાં આજુબાજુના ગામ અને જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુંઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *