અમરેલી માં મોણવેલ ફાર્મ હાઉસમાં ઘૂસ્યા સિંહ, અને બળદનો કર્યો શિકાર

અમરેલી માં મોણવેલ ફાર્મ હાઉસમાં ઘૂસ્યા સિંહ, અને બળદનો કર્યો શિકાર

ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ સિંહોએ ફાર્મ હાઉસના ફરજામાં બાંધેલા બળદનો શિકાર કર્યો હતો. પાકા મકાનના ફરજના પતરા ફાડીને સિંહો અંદર ઘૂસ્યા હતા અને બળદનો શિકાર કર્યો હતો. સાંજના સમયે સાત સિંહોમાંથી બે સિંહો ફરજાના પતરા તોડીને બળદનું મારણ કર્યું. ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યાં છે.

સિંહોએ આયોજનબદ્ધ રીતે શિકાર કર્યો હોય તેવી આ પહેલી ઘટના હતી. એકસાથે સાત સિંહોએ કેવી રીતે શિકાર કર્યો તે જાણીને વનવિભાગના અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા હતા. તો બીજી તરફ સ્થાનિક લોકો પણ ડરમાં આવી ગયા છે. બન્યું એમ હતું કે, ગઈકાલે મોણવેલ ગામની સીમમાં એકસાથે 7 સિંહ આવી ચઢ્યા હતા. ખેડૂત ના ફાર્મ હાઉસમાં બનેલી આ ઘટના છે. જે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.

એશિયાટિક સિંહના કારણે જાણીતા સાસણ ગીરમાં સિંહ માનવ વસ્તીમાં ફરતા જોવા મળવાની ઘટના વારંવાર બનતી રહેતી હોય છે ત્યારે સાસણ ગીર જંગલ નજીક આવેલા એક રિસોર્ટમાં ત્રણ સિંહો ઘૂસ્યા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. ફરજામાં ઘૂસવામાં સફળ થયેલા સિંહોએ બળદનું મારણ કર્યું હતું.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”News18 Gujarati” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગામ માં સિંહ આવી ને શિકાર કરી જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *