ચીન ની ડુબ્લીકેટ કેરી આવી ગઈ માર્કેટ માં

ચીન ની ડુબ્લીકેટ કેરી આવી ગઈ માર્કેટ માં

કેસર કેરી (Kesar keri) ખાવાના શોખીનો માટે આ વખતે માઠા સમાચાર છે. વધુ પડતી ગરમી અને પૂરતુ પાણી ન મળવાથી આ વખતે કચ્છની કેસર કેરીનું (mango) ઉત્પાદન ઘટશે તેવું ખેડૂતોનું (Farmers) માનવું છે. કચ્છમાં ગત વર્ષે 65,000 મેટ્રીક ટન ઉત્પાદન થયું હતું. જેની સરખામણીએ ઘણા વિસ્તારોમાં કેરીમાં ફુલ અને કેરીના ફળ પણ નાના લાગ્યા છે.

સ્વાદમાં મીઠી, લાંબો સમય ટકાઉ અને ગુણવત્તાયુક્ત કચ્છની કેસર કેરીની દર વર્ષે ભારત અને વિદેશમાં પણ ડિમાન્ડ રહે છે. તેમાંય ગુજરાતના અન્ય વિસ્તારમાં ઉત્પાદિત થતી કેરીની સીઝન પૂર્ણ થયા બાદ કચ્છની કેરી માર્કેટમાં આવે છે જેથી તેની ડિમાન્ડ વધુ છે. પરંતુ આ વખતે કચ્છમાં કેરીનું ઉત્પાદન નબળું જાય તેવી શક્યતા છે. શરૂઆતના સમયમાં કેરીના ઝાડ પર ફ્લાવરીંગ સારું આવ્યું હતું. પરંતુ અચાનક ગરમી પડતા ફ્લાવરીંગ ખરી પડ્યુ છે. તો પૂરતા પાણીના અભાવે પણ ઉત્પાદન ઓછું જાય તેવી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે. અત્યારથી નાની કેરીઓ ખરી વડવાની અનેક ખેડૂતોએ ફરીયાદ કરી છે. ખાસ કરીને ભુજ તાલુકામાં

કચ્છમાં નખત્રાણા,અંજાર, માંડવી અને ભુજ વિસ્તારમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન થાય છે. ગત વર્ષે 10,600 હેક્ટરમાં કેરીનું વાવેતર હતું. જેમાં થોડો વધારો થયો છે. તો ગત વર્ષે યોગ્ય ભાવ ન હતા. ત્યારે ખેડૂતોનો માલ પણ સારો ઉતર્યો હતો. અને 65,000 મેટ્રીક ટન ઉત્પાદન કેરીનું થયું હતું. પરંતુ ચાલુ વર્ષે ખેતીવાડી વિભાગ પણ કોઇ અનુમાન સુધી પહોંચી શક્યું નથી. અને કચ્છમાં ઉત્પાદન જળવાઇ રહે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જો કે કેટલાક વિસ્તારમાં સારા ઉત્પાદનની આશા છે.

વર્તમાન સમયમાં ચીનના ઘણાખરા વિસ્તારોમાં કેરીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં ભલે કેરીના ઉત્પાદનમાં સૌથી મોટો દેશ હોઈ શકે છે પરંતુ હવે ચીન પણ બીજા નંબરે આવી ગયું છે. ભારત હજી પણ કેરીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, ગુણવત્તા અને વિશ્વસનીયતાની દ્રષ્ટિએ ભારતની કેરીઓ ખૂબ જ આગળ છે. પરંતુ નિકાસ માટે જે માળખાગત ઇન્ફસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ ભારત હજુ પણ પાસે નથી.

વાયરલ થયેલા વિડિઓ માં તમે જોઈ શકો છો કે ચીન વાળા કેરી વાવી ને કટીંન્ગ કરતા દેખાય છે એની કાપવા ની પ્રકિયા આપણી ભારત ની પ્રક્રિયા કરતા એકદમ અલગ તારી આવે છે આમ જોઈએ તો ચીન વાળા કોપી કરવા માં આગળ છે પરંતુ અહીંયા કઈ અલગ જ કરતા દેખાય રહ્યા છે

જુઓ વિડિઓ

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” nature_.video07 ” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં કેરી એ બધા ના મન મોહી લીધા છે . અત્યાર સુધીમાં આ વીડિયોને 74 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 61 હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *