છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 49 તાલુકામાં વરસાદ પડ્યો, સૌથી વધારે તાપીમાં પડ્યો; હજુ 4 દિવસ વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 49 તાલુકામાં વરસાદ પડ્યો, સૌથી વધારે તાપીમાં પડ્યો; હજુ 4 દિવસ વરસાદની આગાહી

જે સમેયે તમે 40થી 42 ડીગ્રી સુધી ગરમી લાગે એ જ સયમે તમને એકદમ ઠંડી લાગે તો? આવી જ સ્થીતી આખા ગુજરાતમાં હાલ સર્જાઈ છે. ગઈકાલે ગુજરાતના 49 તાલુકમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ (Unseasonal Rains) પડ્યો છે. જેમાં સૌરાષ્ટ્રથી લઈ સુરત સુધી વરસાદ પડ્યો છે. કડાકા અને ભડાકા સાથે એવો વરસાદ પડ્યો હતો કે રસ્તા પર વાહનવ્યવહાર થંભી ગયો હતો અને જાણે ચોમાસાના માહોલની અનુભુતી થઈ હતી. ગઈકાલની વાત કરીએ તો સૌથી વધારે તાપીના વાલોદ અને દોલ્વાનમાં, સુરતના પલાસણામાં, ખેડાના માતરમાં પડ્યો હતો.

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આપવામાં આવેલા આકડાં મુજબ વાત કરીએ તો તાપીના વાલોદમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે દોલ્વાન, પલાસણા, ખેડાના માતર, મહેસાણઆ, બોટાદ અને સુરેન્દ્રનગરના ચોટિલામાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. આ આંકડાં 30 એપ્રિલ 2023 સવારના 6 વાગ્યાથી લઈ 1 મે 2023 સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકના છે.

ગુજરાતમાં ક્યાં ક્યા વરસાદ પડ્યો : છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના 49 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ઉંઝા, સિદ્ધપુર, રાધનપુર, સુઈગામ, માલપુર,કોટડાસાંગાણી, મહેમદાવાદ, નખત્રાણા, સાવરકુંડલા, તાલાલા, ખંભાત, કપડવંજ, બાયડ, ધુસુરા, મેઘરજ, હારીજ, પાટણ, વીજાપુર,બારડોલી, મહુવા, ઉમરપાડા, ખેડા, લખપત, વાસો, તારાપુર, લિંબડી, વ્યારા, ચોર્યાસી, વધઈ, ચાણસ્મા, થરાદ, વાવ, સુબીર, મોડાસા, સાણંદ, ધોળકા, દાહોદ, આણંદ, પેટલાદ, સોજીત્રા, ગોઘરા અને જેસરનો સમાવેશ થાય છે.

અમરેલી જિલ્લાના રાજુલા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. અચાનક નદીમાં પાણી આવી જતા પાણીની વચ્ચે ટ્રક ફસાય હતી અને ટ્રકમાં પાંચ જેટલા લોકો પણ ફસાયા હતા. મહામહેનતે તેમે બચાવાચા હતા.

4 મે સુધી વરસાદની આગાહી : હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ વિવિધ વિસ્તારોમાં 4 મે સુધી વરસાદ પડશે. જેમાં ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ભાવનગર, દેવભૂમિ-દ્વારકા, જામનગર , કચ્છ, દાહોદ, અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા, ગીર સોમનાથ, ડાંગ, તાપી, વલસાડનો સમાવેશ થાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *