અમદાવાદ શહેરના લોકોનું રક્ષણ કરતી મા ભદ્વકાળી માતા,જેને કહેવાય છે નગરની દેવી…

અમદાવાદ શહેરના લોકોનું રક્ષણ કરતી મા ભદ્વકાળી માતા,જેને કહેવાય છે નગરની દેવી…

મંદિરોમાં ભક્તોની આસ્થા જોડાયેલી જ હોય છે, પણ એવા ઘણા મંદિરો છે જે મંદિરો પૌરાણિક કથાઓને સમેટીને બેઠા હોય…તેમાંથી જ એક છે અમદાવાદ શહેરની મધ્યમાં આવેલુ ભદ્વકાળી માતા મંદિર… ભદ્વકાળી મંદિરનો ઇતિહાસ પણ એટલો જ રોચક છે…ભદ્વકાળી મંદિરની સ્થાપના અહેમદશાહે કરી તે પહેલાંથી જ દેવી ભદ્વકાળી અમદાવાદમાં બિરાજમાન છે…

સોલંકી વંશના રાજા કર્ણદેવે જ્યારે કર્ણાવતી નગરીની સ્થાપના કરી …સાથે જ નગરની દેવી ભદ્રકાળીના મંદિરની પણ કરી હતી સ્થાપના…મોગલોના સાશન દરમિયાન આ મંદિરને ઘણું નુકશાન પહોચાડવામાં આવ્યુ હતુ.

આજે તમે જે નગરોની દેવી મા ભદ્વકાળીના દર્શન કરી રહ્યાં છો તે બદલાયેલી જગ્યા છે, મંદિર પહેલાં માણેક ચોક વિસ્તારમાં આવેલુ હતુ.. એ સમયે જ્યારે મોગલો દ્વારા મંદિરને નષ્ટ કરવામાં આવી રહ્યું હતુ ત્યારે નગરોની દેવીને ભદ્વના કિલ્લામાં સંતાડવામાં આવ્યા હતા… સલ્તનતયુગ, મુગલ યુગ, મરાઠા યુગ તેમજ બ્રિટિશ યુગનું સાક્ષી રહી ચુક્યો છે આ ભદ્વનો કિલ્લો… અનેક અવસરો અને આફતોનો સાક્ષી રહીચુકેલો ભદ્રકિલ્લા પર સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવે છે.

તમે જે ભદ્વમંદિરના દર્શન કરી રહ્યાં છો તેજ સ્થાન પર ફરી બ્રિટિશ શાસનમાં પેશ્વાઓએ મંદિરની સ્થાપના કરી હતી.અમદાવાદમાં રહેનારા દરેક લોકો માતાની પુજા અર્ચના કરીને ભક્તિમાં લીન થાય છે,અમદાવાદ શહેરની ઓળખ બની ગયેલા માતા ભદ્વકાળી દેવીના આ મંદિરનું આકર્ષણ માતાની રોજબરોજ બદલાતી સવારી છે.

માતાની પ્રતિદિન બદલાતી સવારી જેમાં સિંહ, હાથી, નંદી, કમળની સવારી છે, નગરોનો વ્યાપારી વર્ગ માતાના ચરણોમાં કમળનું પુષ્પ અર્પિત કરીને પોતાના કાર્યની શરુઆત કરે છે, નગરજનોમાં માતા ભદ્વકાળી નગરના દેવી હોવાની સાથે નગરના રક્ષક પણ છે.

શહેરના લાલ દરવાજા સ્થિત માતા ભદ્વકાળી માતા મંદિરમાં પ્રત્યેક રવિવાર, પુર્ણિમા, નવરાત્રિ તેમજ દેવદિવાળી અને તહેવારો પર ખાસ ભક્તોની ભીડ નગરની દેવીના દર્શન માટે ઉમટે છે, ખાસ કરીને દીવાળીમાં ધનતેરસથી લઇને નવા વર્ષ સુધી ચાર દિવસ મોટી સંખ્યામાં શ્રદ્વાણુઓ ઉમટે છે.લાલ દરવાજામાં આવેલુ ભદ્વકાળી માતાના મંદિરનું સંચાલન છ પીઢીઓથી… રામ બલી પ્રાગ તિવારી ટ્ર્સ્ટ એવ મહારાજ વૃલાલ ગંગાપ્રસાદ અવસ્થીના વારસદાર કરી રહ્યાં છે.

હજારો ભક્તો વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન પામી ચુકેલા ભદ્ર મંદિરના દર્શન કરવા આવે છે અને નગરની દેવી ભક્તોની મનોકામના પુર્ણ કરે છે.. તો તમે પણ આવો અમદાવાદનું રક્ષણ કરતા મા ભદ્વકાળીના મંદિરે અને થઇ જાઓ પાવન…

જુઓ વિડિઓ :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *